જુનાગઢ ડો.સુભાષ આર્ય કન્યા વિદ્યાલયની બાળાઓ કુસ્તી માં વિજેતા થતા સૌ એ અભિનંદન આપ્યા.

જુનાગઢ

જુનાગઢ શહેર S.G.F.I.કુસ્તી સ્કૂલ ગેમ્સ મા અલગ – અલગ વજન કેટેગરીમાં જીલ્લા કક્ષાએ U-14, U-17,U-19 વિભાગમા ડૉ. સુભાષ આર્ય કન્યા વિદ્યાલય જૂનાગઢ (ડૉ. સુભાષ અકેડમી) ની વિદ્યાર્થીની બહેનો એ પ્રથમ, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ. આ ખેલડી જુનાગઢ શહેર નુ પ્રતીનિધિત્વ કરી હવે પછી રાજ્ય કક્ષાએ રમવા જશે.

આ તકે વ્યાયામ શિક્ષક અને યોગ ટ્રેનર Vasant Madhudiya સાહેબ અને નારી શક્તિ નું ઉદાહરણ પુરું પાડનાર સંસ્થાની વિદ્યાર્થિની બહેનો ને સંસ્થાનાં પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા અને મીતાબેન ચાવડા એ અભિનંદન પાઠવી શુભકામનાઓ પાઠવી હતી.

અહેવાલ – જગદીશ યાદવ (જૂનાગઢ)