જુનાગઢ માં લોકસભા ની ચૂંટણી 2024 અંતર્ગત BSF અને જૂનાગઢ પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
લોકતંત્રનો સૌથી મોટો પર્વ એટલે લોકસભાની ચૂંટણી… લોકસભા ની ચુંટણી ના હવે થોડા કલાકો બાકી છે ત્યારે કોઈ શાંતિ થી લોકો મતદાન કરી સકે તે હેતુ થી આજે જૂનાગઢ માં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી..જુનાગઢ પોલીસ સજ્જ છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભરના પોલીસ સ્ટેશનોમાં પોલીસ જવાનો દ્વારા ફલેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે લોકો નિર્ભય રીતે માતાઅધિકારનો સારી રીતે ઉપયોગ કરી શકે… ચૂંટણી પ્રક્રિયા શાંતિમય અને સુમેળ ભર્યા વાતાવરણમાં પસાર થાય….
ગુજરાત માં લોકસભા ની ચુંટણી 7 મે ના રોજ ગુજરાત ની 26 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે જુનાગઢ પોલીસ પણ સજજ છે.
જુનાગઢ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ખાસ ફૂટ પેટ્રોલિંગ ફ્લેગમાર્ચ કરવામાં આવી રહી છે ખાસ કરીને સંવેદનસિલ એરિયા તેમજ બુથો ઉપર શાંતિમય રીતે મતદાન થાય તે માટે પોલીસ અને બીએસએફ જવાન દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વમાં સૌથી મોટું લોકતંત્ર એટલે ભારત આ લોકતંત્રની ચૂંટણીમાંલોકો ભાગ લઈને લોકતંત્રને મજબૂત કરવા માટે 100 ટકા મતદાન થાય તે માટે j k 24×7 ન્યુઝ અપીલ કરે છે આવો સૌ સાથે મળીને લોકતંત્રની ઉજવણી કરીએ
અહેવાલ :- મહેશ કથિરીયા (જૂનાગઢ)