જુનાગઢ માંગરોળ શહેરમાં વાજતે ગાજતે ઠેરઠેર વિઘ્નહર્તા દેવની આગમન યાત્રા યોજી દાદાની પધરામણી.

જુનાગઢ

માંગરોળમાં આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતી બાપા મોરીયા ના નાદ સાથે વાજતે ગાજતે ગણેશજીની આગમન યાત્રા યોજી દાદાની પધરામણી કરાઈ

ભક્તોએ આગમન યાત્રા બાદ વૈદિક મંત્રોચારો સાથે શ્રદ્ધાભેર વિવિધ વિસ્તારો અને ધરો માં દાદાની સ્થાપના કરાઈ.
માંગરોળ શહેરમાં સાત અને અગિયાર દિવસ શ્રીગણેશજી આતિથ્ય માણશે ભક્તિભાવ સાથે અલગ-અલગ કાર્યક્રમો યોજાશે.

શહેરના લાલજી મંદિર, ધોબીવાડા, માત્રી મંદિર, કોળી વાડા લીમડાચોક, શતીમાં ડેરી વિસ્તાર, છાપરા સોસાયટી, શિલ્પી સોસાયટી, બંદર વિસ્તાર જેવા અલગ અલગ જાહેર વિસ્તારમાં સુંદર સુશોભન સાથે મંડપ ડેકોરેશન કરેલ પંડાલોમાં તેમજ વિવિધ ઘરો માં પણ ભક્તો દ્વારા શાસ્ત્રોક્ત વિધિવત દાદાની સ્થાપના કરવામાં આવી છે.

તમામ વિઘ્નોને હળી લેતા એવા વિઘ્નહર્તા દેવ ગણપતિબાપાના મહામહોત્સવનો આજથી મંગલકારી પ્રારંભ થતા માંગરોળના લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો શહેરમાં સાત દિવસ અને અગિયાર દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ભક્તિભાવ સાથે ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)