જુનાગઢ – “મેક ઈન ઈન્ડિયા”ના સ્વદેશી સ્વાભિમાનનો પ્રતિબિંબ સમજી શકાય તેવી વંદે ભારત સેમી હાઈસ્પીડ એક્સપ્રેસ ટ્રેન હવે જુનાગઢમાં પણ પહોંચી ગઈ છે. આજે જુનાગઢ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન આવતા શહેરમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ પ્રસંગે સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને ભાજપના અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યું.
🛤️ સોમનાથથી સાબરમતી વચ્ચે દોડશે વંદે ભારત
આ નવી વંદે ભારત ટ્રેન સોમનાથ (વેરાવળ)થી અમદાવાદ (સાબરમતી) સુધી દોડશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ટ્રેનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી-age ટ્રેન સોમનાથ, ગિરનાર, અને સાસણ ગીર જેવા પ્રવાસન સ્થળોને વધુ ઝડપથી અને આરામદાયક રીતે જોડશે, જેના પગલે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે મુસાફરી વધુ સહેલી બનશે.
🚆 ભારતમા બનેલી આધુનિક ટેક્નોલોજીની ટ્રેન
વંદે ભારત ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં બનેલી ટ્રેન છે. અગાઉ સથાબ્દી તરીકે ઓળખાતી આ સેવા હવે નવા લૂક, વધુ સ્પીડ અને અદ્યતન સુવિધાઓ સાથે વંદે ભારત તરીકે જાણીતી બની છે. ભારતના રેલવે ઈતિહાસમાં આ ટ્રેન આધુનિકતા અને આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું છે.
🎉 ટ્રેનના આગમન સમયે ઉપસ્થિત રહેલા અગ્રણીઓ:
આ ભવ્ય સ્વાગત પ્રસંગે જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, તેમજ પલ્લવીબેન ઠાકર, કલ્પેશભાઈ અજવાણી, ગીરીશભાઈ કોટેચા, જે.કે. ચાવડા, ઓમભાઈ રાવલ, મુકેશભાઈ ગજેરા, શ્રેયસભાઈ ઠાકર, પ્રવિણભાઈ વાઘેલા સહિત અનેક પાર્ટી આગેવાનો, વોર્ડ પ્રમુખો, યુવા મોરચાના કાર્યકરો અને મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ