જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સદભાવના વૃધાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી જુનાગઢ શહેરના જુદા-જુદા મુખ્ય રોડની સાઈડ ઉપર તથા સેન્ટ્રલ ડિવાઈડરમાં વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવેલ છે. રોપવામાં આવેલ વૃક્ષો રોડ તથા નીચેની ડ્રેનેજ- પાણીની લાઈનથી ચોકકસ અંતર જાળવીને રોપવામાં આવે છે.
આ વૃક્ષોની ૩(ત્રણ) વર્ષ સુધીની જાળવણી ની જવાબદારી સદભાવના વૃધાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટની છે. તેમજ દરેક વૃક્ષ વાવતા પહેલા યોગ્ય ઊંડાઈના ખાડા તૈયાર કરવામાં આવે છે. અને આ ખાડામાં જરૂરી કાળી માટી સાથે છાણીયું ખાતર મિક્ષ કરીને ખાડામાં નાખવામાં આવે છે. અને ત્યારબાદ વૃક્ષ રોપવામાં આવે છે. આ વૃક્ષને જરૂરિયાત મુજબ પાણી પીવડાવામાં આવે છે.
આમ, મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા તમામ વૃક્ષો રોડથી પૂરતા ડિસ્ટન્સ રાખી રોપવામાં આવેલ છે. જેથી ભવિષ્યમાં રોડ વાઈડનિંગ થાય ત્યારે વૃક્ષોને નુકશાન ન થાય તે માટે પૂરતી તકેદારી રાખી વૃક્ષ રોપવામાં આવેલ છે. અને શહેરમાં રોપવામાં આવેલ વૃક્ષ રોપવામાં તેમજ માવજતમાં પુરતી તકેદારી રાખવામાં આવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)