
તા. ૧૫/૦૧/૨૫ ને બુધવાર ના રોજ ગિરનારી ગ્રુપ દ્વારા જુનાગઢ શહેરની ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ભોજન પ્રસાદ કરાવીને એમની જઠરાગ્નિને ઠારવા માટેનો નાનકડો એવો પ્રયાસ કરવામાં આવેલ હતો. જેમાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, ભરતભાઈ ભાટીયા, ચિંતનભાઈ કક્કડ, જુનાગઢ મહાનગરપાલિકાના પર્યાવરણ શ્રી રાજુભાઈ ત્રિવેદી સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)