જુનાગઢના ખામધ્રોળ ગામે દારૂનો મોટો જથ્થો ઝડપાયો.

ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૯૭ બોટલ સાથે ૧.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

જુનાગઢ જિલ્લાના ખામધ્રોળ ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમે ગુપ્ત બાતમીના આધારે દરોડો કરી કુલ ૩૯૭ દારૂની બોટલ અને અંદાજે ૧,૩૮,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વિગત મુજબ, જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયા તથા જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ સતત વિદેશી અને દેશી દારૂના ઉચ્છેદ માટે કામગીરી કરી રહી છે. આ જ ક્રમમાં પો.ઇન્સ્પેકટર જે.જે. પટેલ અને તેમની ટીમે ગુપ્ત માહિતીના આધારે ખામધ્રોળ ગામે રામ મંદિર પાસે આવેલા ઘરમાં દરોડો કર્યો હતો.

દરોડા દરમિયાન આરોપી ખીમા અમરાભાઈ કટારાના ઘરમાંથી નીચે મુજબ દારૂની બોટલો મળી આવી હતી:

  • રોયલ ચેલેન્જ (750ml) – 7 બોટલ – ₹9100

  • ઇમ્પિરિયલ બ્લૂ (750ml) – 6 બોટલ – ₹6600

  • રોયલ ચેલેન્જ ગોલ્ડ (180ml) – 96 બોટલ – ₹31,200

  • મેકડાવેલ્સ નો.1 (180ml) – 48 બોટલ – ₹13,200

  • રોયલ સ્ટેગ ક્લાસિક (180ml) – 240 બોટલ – ₹78,000

આ રીતે કુલ ૩૯૭ બોટલ અને ₹1,38,100 ની કિંમતનો વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો છે. આરોપી સ્થળ પરથી ફરાર છે, જેને ઝડપવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં પો.સબ ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી, એએસઆઈ સરમણભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદિયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ દીપકભાઈ બડવા અને પેરોલ ફર્લો સ્કોડના કોન્સ્ટેબલ રાજદીપસિંહ વાઘેલાની ટીમે મહત્ત્વનો રોલ ભજવ્યો હતો.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ