
જૂનાગઢ, તા. ૪ મે ૨૦૨૫:
છાંયાવાદી સેવા અને હિતચિંતનના દ્રષ્ટિકોણથી જૂનાગઢના ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ – જૂનાગઢ દ્વારા આજે આઝાદ ચોક, જૂનાગઢ ખાતે ઉનાળાની ભયંકર ગરમીમાં જનતાને ઠંડક આપવાનો ઉમદા પ્રયાસ કર્યો ગયો.
ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સેવામાં કુલ ૩૩૫ લીટર ફુલ ઠંડી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જેનો લાભ મોટા પ્રમાણમાં 1765 નાગરિકોએ ઉઠાવ્યો. ગરમીના તાપમાં ઠંડક આપતી આ સેવામાં લોકોમાં સંતોષ અને આનંદ જોવા મળ્યો.
વિશિષ્ટ મહેમાનોની હાજરી:
વિતરણ કાર્યક્રમનો આરંભ સામાજીક આગેવાનોના વરદહસ્તે કરાયો હતો. પ્રસંગે ચંદુભાઈ લોઢીયા, બટુકબાપુ, ડૉ. રાજેશભાઈ ભાખર, પ્રતિકભાઈ મિશ્રાણી, અરવિંદભાઈ મારડીયા, હરસુખભાઈ પાલા, રમણીકભાઈ ચલ્લા, જયશ્રીબેન ગાલોરીયા, રેખાબેન સ્વાદીયા, દેવીબેન દવે, ઈન્દુબેન ખાણઘર, રોશનીબેન ઘુચલા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યસૂચિનું આયોજન:
આ લોકહિતની સેવા સફળતાપૂર્વક સંપન્ન થવા પાછળ સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર ઘુચલા તથા ટીમના સદસ્યોની મહત્વની ભૂમિકા રહી હતી.
આવી સેવાઓ ઉનાળાની ઋતુમાં નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે અને સમાજમાં સંગઠિત સેવાભાવના સંદેશ આપે છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ