
જૂનાગઢ, તા. ૫ મે ૨૦૨૫:
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ૧૯૭૫થી ૨૦૨૫ સુધીની ભાજપની ૫૦ વર્ષની યાદગાર યાત્રાને ઉજવતા ચિત્ર પ્રદર્શનનું આયોજન આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું. જેમાં જનસંઘના સમયમાં શરૂ થયેલી રાજકીય યાત્રાથી લઈને આજના શક્તિશાળી ભારતીય જનતા પાર્ટી સુધીના દૃશ્યોને ચિત્ર અને લખાણ દ્વારા રજૂ કરવામાં આવ્યા.
આ પ્રદર્શનમાં ૧૫૦થી વધુ ઐતિહાસિક ચિત્રો અને માહિતીઓ જનતાને અવલોકન માટે મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયાએ જણાવ્યું કે “પ્રદર્શનના માધ્યમથી નવી પેઢી જનસંઘના યોગદાન અને ભાજપના વિકાસના પ્રવાહથી પરિચિત થાય તે માટે આ પ્રયાસ છે.”
પ્રદર્શનનું ઉદ્ઘાટન વરિષ્ઠ આગેવા હેમાબેન આચાર્યના આશીર્વાદ સાથે એમ.એન. લાલવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મોખરાના ઉપસ્થિત મહેમાનો:
પ્રદર્શનના અવસરે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પ્રદીપભાઈ ખીમાણી, જે.કે. ચાવડા, ડૉ. ચીખલીયા, જી.પી. કાઠી, નિર્ભયભાઈ પુરોહિત, યોગીભાઈ પઢીયાર, તેમજ પલવીબેન ઠાકર, પરાગભાઈ રાઠોડ, ભાવનાબેન વ્યાસ, વંદનાબેન દોશી, સોનલબેન પનારા, ઈલાબેન બાલસ સહિત મહાનગર અને યુવા મોરચાના અનેક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પ્રદર્શન સંચાલન:
આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ ભટ્ટે કર્યું હતું અને સમગ્ર આયોજનને મિડિયા વિભાગના સંજય પંડ્યા દ્વારા કવર કરવામાં આવ્યું હતું.
અહેવાલ :– નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ