જુનાગઢમાં યુવક પર હુમલો અને લૂંટ – “એ” ડિવિઝન પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી લીધા.

જુનાગઢ સ્વામી વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડમાં યુવક પર મારકૂટ કરી મોબાઇલ ફોન લૂંટી લેવાયાના બનાવનો ખુલાસો “એ” ડિવિઝન પોલીસે કલાકો દરમિયાન જ કરી નાખ્યો હતો.

ફરીયાદ મુજબ, તા. 16/08/2025ના રોજ બે યુવકોએ ઝઘડાની વાત કહી પીડિતાને સ્કૂલના ગ્રાઉન્ડમાં બોલાવ્યો હતો. ત્યાં હાજર આરોપીઓએ પીડિતાને દોરડા અને પટ્ટાથી માર મારી આડેધડ ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ પીડિતાના પેન્ટની ખિસ્સામાંથી મોબાઇલ ફોન છીનવી લૂંટ ચલાવી અને જો ફરીયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. 11203023250858/2025 દાખલ કરવામાં આવ્યો હતો. કેસમાં IPC-2023 ની કલમો 311, 118(1), 115(2), 296(B), 351(3), 54 તથા GP Act કલમ 135 હેઠળ ગુનો નોંધાયો હતો.

🔹 ઝડપી કાર્યવાહી
પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા અને પો.ઇન્સ્પેક્ટર આર.કે. પરમારના સુચનાથી ગુના નિવારણ સ્કોડે તાત્કાલિક કામગીરી હાથ ધરી આરોપીઓને ઝડપી લીધા હતા.

🔹 પકડાયેલા આરોપીઓના નામ

  • હિતેષ હીરાભાઈ મોરી (રહે: પંચેશ્વર વિસ્તાર, જુનાગઢ)

  • રાજુ ડાયાભાઈ સિંધલ (રહે: પંચેશ્વર વિસ્તાર, જુનાગઢ)

  • સામત ભીમાભાઈ કરમટા (રહે: પંચેશ્વર વિસ્તાર, જુનાગઢ)

🔹 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
ત્રણે આરોપીઓ સામે અગાઉથી દર્જનો ગુનાઓ, ખાસ કરીને પ્રોહીબીશન અને ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
માત્ર સામત ભીમાભાઈ કરમટા વિરૂદ્ધ જ 52 જેટલા જુદા-જુદા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

🔹 પોલીસ ટીમની કામગીરી
આ કેસમાં ઝડપભરી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:

  • પો.ઇન્સ. આર.કે. પરમાર

  • એ.એસ.આઈ. બી.એ. રવૈયા

  • પો.હેડ કોન્સ. તેજલબેન સિંધવ

  • પો.કોન્સ. કલ્પેશભાઈ ચાવડા, જીગ્નેશભાઈ શુકલ, નીતિનભાઈ હીરાણી, વિક્રમભાઈ છેલાણા, અજયસિંહ ચુડાસમા, નરેન્દ્રભાઈ બાલસ તથા જુવાનભાઈ લાખણોત્રા

આ ટીમે સંકલિત પ્રયાસો દ્વારા ગુનો ઉકેલી આરોપીઓને ઝડપી લીધા હતા.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ