જુનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ
જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે તા. ૯/૬/૨૪ ના રોજ ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ ખાતે આણંદ ની શંકરા આઈ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા નેત્ર, જામર, મોતિયો, વેલ, પડદા ના ઓપરેશન માટે આ હોસ્પિટલ ના તજજ્ઞ આંખના ડો.શિલ્પાબેન યાદવ દ્વારા તપાસ કરી ઓપરેશન વાળા દર્દીઓને આણંદની શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ, આ કેમ્પમાં ૨૫૦ દર્દીઓ એ લાભ લીધો હતો.
તેમજ કમ્પિગ થેરાપીના થેરાપિસ્ટ ડો.પ્રતીક્ષાબેન દ્વારા વા, સાંધાના દુખાવા, ચામડીના રોગ, કમર -ગોઠણ ના દુખાવા ની કંમ્પિગ થેરાપિસ્ટ તરીકેની આડઅસર વગરના ઇલાજ યુકત સારવાર અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ ઉપરાંત દાંતના રોગો માટે ના જૂનાગઢના સેવાભાવી ડો. પાર્થ ગણાત્રા દ્વારા દંત રોગનું નિદાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું
આ સેવા યજ્ઞનું ઉદ્ઘાટન ભાગવત કથાકાર રવિભાઈ શાસ્ત્રી, મનસુખભાઈ વાજા, નાગભાઈ વાળા, હરસુખભાઈ વઘાસિયા, નિશાબેન પાનેરા, નીપાબેન દુધાત્રા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે બટુક બાપુ, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ કમલેશભાઈ પંડ્યા, યતિનભાઈ કારીયા, દીપલભાઈ રૂપારેલ, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, મનહરસિંહ ઝાલા, રણછોડભાઈ ગોડફાડ, કે કે ગોસાઈ, અશોકભાઈ ભટ્ટ, નાથાભાઈ શીલુ, જીતુભાઈ નેનોજી, દયાબેન માણેક, સરોજબેન જોશી, કંચનબેન પરમાર, કેતનભાઇ નાંઢા, શિલ્પાબેન વિગેરે એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)