જૂનાગઢ આર.ટી.ઓ. કચેરી દ્વારા નવા વાહન નંબરની સિરીઝ માટે ઇ-ઓક્શન જાહેર!!

જૂનાગઢ, તા. ૧૧ માર્ચ, ૨૦૨૫ – જૂનાગઢ આર.ટી.ઓ. કચેરી દ્વારા નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે નવી નંબર સિરીઝ બહાર પાડવામાં આવી છે. નોન-ટ્રાન્સપોર્ટમાં ટુ-વ્હીલર માટે GJ-11-CS, ફોર-વ્હીલર માટે GJ-11-CQ અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ-11-VV સિરીઝની હરાજી (ઈ-ઓક્શન) માટે જાહેરાત કરવામાં આવી છે.

➡️ મુખ્ય મુદ્દા:
ઈ-ઓક્શન રજીસ્ટ્રેશન:

  • તારીખ: ૧૭-૦૩-૨૦૨૫ થી ૧૯-૦૩-૨૦૨૫
  • સમય: સાંજના ૦૪:૦૦ કલાક સુધી

ઈ-ઓક્શન શરૂ:

  • તારીખ: ૧૯-૦૩-૨૦૨૫સાંજના ૦૪:૦૦ કલાકે
  • પૂર્ણ: ૨૧-૦૩-૨૦૨૫સાંજના ૦૪:૦૦ કલાકે

ગોલ્ડન નંબર (ફી):

  • ટુ-વ્હીલર: ₹ ૮,૦૦૦
  • ફોર-વ્હીલર: ₹ ૪૦,૦૦૦
    ગોલ્ડન નંબરમાં સામેલ:
    ૧, ૫, ૭, ૯, ૯૯, ૩૩૩, ૭૭૭, ૧૨૩૪, ૯૦૦૯, ૯૯૯૯ વગેરે

સિલ્વર નંબર (ફી):

  • ટુ-વ્હીલર: ₹ ૩,૫૦૦
  • ફોર-વ્હીલર: ₹ ૧૫,૦૦૦
    સિલ્વર નંબરમાં સામેલ:
    ૨, ૩, ૧૦, ૧૮, ૨૩૪, ૪૦૦, ૫૬૭, ૮૮૮, ૧૦૦૧, ૨૩૪૫ વગેરે

અન્ય નંબર (ફી):

  • ટુ-વ્હીલર: ₹ ૨,૦૦૦
  • ફોર-વ્હીલર: ₹ ૮,૦૦૦

🔎 હરાજી માટે જરૂરી પ્રોસેસ:

  • રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ: 👉 https://fancy.parivahan.gov.in
  • અરજી માટે દસ્તાવેજ: સેલ ઇન્વોઇસ/વીમાની તારીખની અંદર ૭ દિવસમાં અરજી કરવાની રહેશે
  • ફાળવાયેલ નંબર મળ્યા બાદ ૫ દિવસમાં રકમ જમા કરાવવી પડશે

📌 નોંધનીય:

  • જો અરજદારને પસંદગીનો નંબર ફાળવવામાં નહી આવે તો ૬૦ દિવસ બાદ રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવાશે.
  • ચૂકવણું ન થાય તો મૂળ રકમ જપ્ત કરીને નંબરની ફરી હરાજી કરવામાં આવશે.

📣 નોટિસ:
જૂનાગઢ જિલ્લાના તમામ વાહન માલિકોને આર.ટી.ઓ. કચેરી દ્વારા જાહેર કરાયેલ સૂચનાનું પાલન કરવા અને હરાજીમાં ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ