જૂનાગઢ એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા કૃષિ અને ગ્રામ્ય સમૃદ્ધિ માટે વેબિનાર યોજાયો!!

જૂનાગઢ, ૦૫ માર્ચ:
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) જૂનાગઢ અને લીડ બેન્ક દ્વારા કૃષિ અને ગ્રામ્ય સમૃદ્ધિ પર ઓનલાઇન પોસ્ટ-બજેટ વેબિનાર યોજાયો.

વેબિનારના મુખ્ય મુદ્દા:

📌 કેન્દ્ર બજેટ ૨૦૨૫-૨૬ની ઘોષણાઓના અમલ પર ચર્ચા
📌 ખેડૂતો માટે સસ્તી અને સરળ લોન સુલભ કરાવવા નવી સરકારની પહેલ
📌 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ સંદેશા દ્વારા કૃષિ અને ગ્રામ્ય વિકાસ યોજનાઓની અસરકારક અમલ માટે સૂચનો
📌 કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ લોન મર્યાદા ₹૩ લાખથી વધારી ₹૫ લાખ
📌 KCC-સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ ૪% ની સબસિડીવાળી લોન
📌 જેમણે સમયસર લોન ચૂકવી, તેમને ૩% વ્યાજ સબસિડી, પરિણામે KCC માટે ફક્ત ૪% વ્યાજ દર લાગુ પડશે

વેબિનારમાં ભાગ લેનાર અગ્રણીઓ:

એસ.બી.આઇના એલ.ડી.એમ. જી.એન. રાઠવા
RSETI ડાયરેક્ટર પી.આર. મુછાળ
આરસેટી સ્ટાફ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો

આ પ્રકારના વેબિનાર ખેડૂતો માટે માહિતીપ્રદ અને લાભદાયક બની રહે છે અને આર્થિક સહાય, કૃષિ વિકાસ, અને નીતિ અમલમાં ખેડૂતોને સક્રિય સહયોગ મળે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ