જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી અને સોયાબીન બિયારણની વેચાણ માટે ઓનલાઈન નોંધણી !!

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી અને સોયાબીન બિયારણની વેચાણ માટે ઓનલાઈન નોંધણી

📅 આરંભ: ૨૭/૦૩/૨૦૨૫
📅 છેલ્લી તારીખ: ૦૭/૦૪/૨૦૨૫
🌐 ઓનલાઈન અરજી: www.jau.in

કઈ જાત માટે છે નોંધણી?

🌱 મગફળી:

  • GJG-22 (ટ્રુથફૂલ)
  • GJG-32 (સર્ટીફાઈડ/ ટ્રુથફૂલ)

🌱 સોયાબીન:

  • GS-4 (ટ્રુથફૂલ)

આરઝી અંગે ખાસ નોંધ

કોઈ એક પાક માટે એક જાતનું બિયારણ પસંદ કરી શકાય
મંજુર થયેલ અરજદારોને SMS દ્વારા જાણ કરવામાં આવશે
બિયારણ વિતરણ માટે યુનિવર્સીટીના સીડ હબ ગોડાઉન (ગેટ નં. ૩) પર જવું પડશે

બિયારણ વિતરણ મર્યાદા

📌 મગફળી: ૧૦ બેગ (૩૦૦ કિ.ગ્રા.) – મહત્તમ ૨ હેક્ટર માટે
📌 સોયાબીન: ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા.) – મહત્તમ ૨ હેક્ટર માટે

મહત્વપૂર્ણ સૂચના:
📢 DND (Do Not Disturb) એક્ટિવેટ હશે તો SMS નહીં મળે, કૃપા કરીને DND હટાવો
📢 SMS ના મળ્યે પણ www.jau.in પરથી મંજુર થયેલ અરજદારની યાદી ચેક કરી શકાય

📞 વધુ માહિતી માટે સંપર્ક:
📍 બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ
📞 ફોન: ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ (Ext: 450)

📢 સંવાદદાતા: નરેન્દ્ર દવે, જગદીશ યાદવ – (જૂનાગઢ)