👉 જૂનાગઢ: જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે તા. 20 માર્ચ, 2025 ના રોજ સવારના 10:00 કલાકે સરદાર પટેલ સભાગૃહમાં “ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો – 2025” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
➡️ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા ના વરદ હસ્તે કરવામાં આવશે.
🌾 મેળાનું મહત્વ અને હેતુ:
✅ આ મેળો ખેડૂત મિત્રો માટે નવીનતમ ટેકનોલોજી અને મશીનરી અંગે માહિતી મેળવવાનો ઉત્તમ અવસર પૂરું પાડશે.
✅ કૃષિ ક્ષેત્રમાં જળસંચય, યાંત્રિકીકરણ, પ્લાસ્ટીકનું વપરાશ, પાકનું કાપણી પછીનું વ્યવસ્થાપન અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ જેવી ટેકનોલોજી દ્વારા ખેતીની આવકમાં વધારો કરવા અંગે માહિતી આપવામાં આવશે.
✅ આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ અને રોબોટીક્સ જેવી આધુનિક પદ્ધતિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવશે.
🚜 આયોજન અને સહયોગ:
➡️ આ મેળાનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો. વી.પી. ચોવટિયા ના અધ્યક્ષ સ્થાને અને સંશોધન નિયામક ડો. આર.બી. માદારીયા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી. જાદવ ના માર્ગદર્શન હેઠળ થશે.
➡️ કાર્યક્રમનું આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા ઓલ ઈન્ડિયા કો–ઓર્ડીનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ, ઈરીગેશન વોટર મેનેજમેન્ટ, પ્લાસ્ટીક એન્જીનીયરીંગ, ઈન્ડિયન સોસાયટી ઓફ એગ્રીકલ્ચરલ એન્જીનીયર્સ, AFPRO, ન્યુ દિલ્હી તથા તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લિ., રાજકોટ ના સહયોગથી કરવામાં આવ્યું છે.
🛠️ મુખ્ય આકર્ષણ:
👉 મેળામાં કૃષિ મશીનરી ઉત્પાદકોના નવીનતમ ટેકનોલોજી ધરાવતા સ્ટોલો પ્રદર્શન માટે ઉપલબ્ધ રહેશે.
👉 પ્રાકૃતિક ખેતી અને મશીનરીના પ્રાયોગિક ઉપયોગ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.
👉 કૃષિ નિષ્ણાતો દ્વારા લાઇવ ડેમો અને ટેકનીકલ વર્કશોપનું પણ આયોજન થશે.
👏 ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ:
👉 જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના પ્રિન્સિપાલ અને ડીન ડો. એચ.ડી. રાંક એ ખેડૂત મિત્રોને મોટી સંખ્યામાં હાજર રહી આંતરરાષ્ટ્રીય સ્તરના ટેકનોલોજી અને મશીનરી નિદર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
➡️ ✨ “આ મેળો ખેડૂતો માટે ટેકનોલોજી અને પ્રગતિ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.” 🌟🚜
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ