જૂનાગઢ જિલ્લામાં પોલીસ તંત્રની કાર્યવાહી સતત સતત ઝડપ સાથે આગળ વધી રહી છે. ખાસ કરીને વોન્ટેડ અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
સૌથી તાજા ઘટનાઓમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો અને જે વચગાળાના જામીન બાદ જીલ્લા જેલમાં હાજર ન રહી ફરાર થઈ ગયો હતો.
આ કેસ ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં. 185/2004ના હેઠળ નોંધાયેલો હતો, જેમાં IPCની કલમો 326 (ઘાતક હથિયારથી ઇજા પહોંચાડવી), 506(2) (જાનથી મારી નાખવાની ધમકી), 452 (ઘર ઘૂસવાનું ગુનો) તથા એટ્રોસિટી એક્ટ હેઠળ કલમ 3(2)(5)નો સમાવેશ થાય છે.
આ કેસમાં મુખ્ય આરોપી અલી અબ્દુલાભાઈ હાલા, ઉ.વ. 50, રહેવાસી ધારાગઢ દરવાજા, જૂનાગઢને નામદાર કોર્ટે 7 દિવસના વચગાળાના જામીન મંજુર કર્યા હતા. જોકે જામીન અંતે આરોપી ફરીથી જેલમાં હાજર ન રહેતા ફરાર જાહેર કરાયો હતો.
ક્રાઇમ બ્રાન્ચના PI J.J. પટેલના માર્ગદર્શન હેઠળ PSI ડી.કે. ઝાલા, ASI વિક્રમભાઈ ચાવડા, પો. હેડ કોન્સ. જયદિપભાઈ કનેરીયા અને સાહીલ સમાની ટીમે ખાનગી રીતે મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી.
તેમના પ્રયાસોની પરિણામે, આરોપી હાલ માંગરોળ તાલુકાના શેરીયાખાણ ગામમાં છુપાયો હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમ્યાન આરોપીને ત્યાંથી પકડી પાડવામાં આવ્યો હતો અને વધુ તપાસ બાદ તેને ફરીથી જીલ્લા જેલ, જૂનાગઢ ખાતે સોંપી દેવામાં આવ્યો છે.
આ કામગીરી દ્વારા જૂનાગઢ પોલીસની તટસ્થતા અને કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરીવાર સાબિત થઈ છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ