જૂનાગઢ ખાતે કામધેનુ યુનિવર્સિટીના પશુપાલન પોલીટેકનીક તથા વેટરનરી કોલેજમાં રાષ્ટ્રીય એન્ટી રેગીંગ દિવસની ઉજવણી.

જૂનાગઢ ખાતે આવેલ પશુપાલન પોલીટેકનીક અને વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય એન્ટી રેગીંગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં રેગીંગ જેવી સામાજિક કુરિતિ અંગે જાગૃતિ લાવવાનો તથા કડક કાનૂની જોગવાઈઓ વિશે માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યક્રમ દરમ્યાન એન્ટી રેગીંગ નોડલ ઓફિસર ડો. ડી.એન. બોરખતરીયા દ્વારા વિદ્યાર્થીઓને સંબોધવામાં આવ્યા હતા. તેમણે રેગીંગ વિરોધી નિયમો, તેના કાનૂની પરિણામો અને દંડની જોગવાઈઓ અંગે વિગતવાર સમજ આપી હતી. સાથે જ, શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છ અને સકારાત્મક વાતાવરણ જાળવવા દરેક વિદ્યાર્થીની જવાબદારી પર પણ ભાર મૂક્યો હતો.

આ અવસરે એન્ટી રેગીંગ પોસ્ટર અને સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સર્જનાત્મક રીતે રેગીંગ વિરોધી સંદેશ આપતાં પોસ્ટરો તૈયાર કર્યા હતા તથા પ્રેરણાદાયી સૂત્રો રજૂ કર્યા હતા.

તદુપરાંત, વિદ્યાર્થીઓને એન્ટી રેગીંગ વિષયક જાગૃતિ ફિલ્મો અને શોર્ટ વિડિઓઝ દર્શાવવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીએ રાષ્ટ્રીય એન્ટી રેગીંગ પોર્ટલ પર ફરજિયાત ભરવાના વાર્ષિક એફિડેવિટ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કુલ ૪૨ વિદ્યાર્થી તથા સંસ્થાના પ્રાધ્યાપક સ્ટાફે સક્રિય રીતે ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે પોસ્ટર અને સ્લોગન સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન વેટરનરી કોલેજના આચાર્ય ડો. એમ.આર. ગડરિયા તથા પશુપાલન પોલીટેકનીકના આચાર્ય ડો. જી.પી. સબાપરાના માર્ગદર્શન હેઠળ થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. ડી.એન. બોરખતરીયા, ડો. એમ.આર. ચાવડા, ડો. કે.બી. સાવલિયા તથા ડો. પી.જી. ડોડીયા સહિતના સ્ટાફગણે ખાસ જહેમત ઉઠાવી હતી.


🖊️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ