જૂનાગઢ રવિ કૃષિ મહોત્સવમાં જૂનાગઢના બિલખા ગામે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઔષધીય છોડ સહિતની પ્રાકૃતિક ખેતી કરતા કરતા શ્રી પ્રવીણભાઈ લુણાગરિયાનુ બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી પ્રવીણભાઈ લુણાગરીયાએ જણાવ્યું કે, છેલ્લા ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું, ઔષધીય છોડમાં સરગવાનું મિશ્ર પાક પદ્ધતિથી વાવેતર કર્યું છે. જેમાં સરગવાની સિંગનો પાવડર બનાવી તેનું મૂલ્ય વર્ધન કરીને વેચાણ પણ કરીએ છીએ. ઉપરાંત હળદર અને જુદા જુદા શાકભાજીનુ વાવેતર કર્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, મગફળી, ઘઉં વગેરેનું પણ ગ્રેડિંગ -મૂલ્ય વર્ધન કરીને વેચાણ કરીએ છીએ તેનાથી ખૂબ આર્થિક લાભ પ્રાપ્ત થયા છે.
તેમણે પ્રાકૃતિક ખેતીની હિમાયત કરતા કહ્યું કે, પ્રાકૃતિક ખેતથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે, પ્રાકૃતિક ખેતી કુદરતની નજીક રહેવાનો અવસર છે. તેનાથી લોકોના આરોગ્યનું જતન થાય છે. ઉપરાંત ધરતી અને ગૌ – માતાની સાચા અર્થમાં સેવા શક્ય બને છે. આમ, પ્રાકૃતિક ખેતીના અનેકવિધ ફાયદા છે. આ સાથે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)