જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા સાહેબ અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ, બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા R-SETI તાલીમ ભવન જૂનાગઢ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫” અંતર્ગત આજ રોજ જેમાં ઘરેલું હિંસા એટલેશું? તેના પ્રકારો અને મહિલાઓ સાથે થતી હિંસાના કિસ્સામાં સરકારશ્રીની વિવિધ સેવાઓ જેમકે ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલિસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર વગેરેનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે R-SETI તાલીમાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી તથા મહિલા અને બાળ વિભાગ હસ્તક ની અન્ય યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નારી અદાલતનાં બહેનો દ્રારા અદાલતનાં કાર્યો વિષે માહિગાર કરવામાં આવ્યા તેમજ ઉદ્યોગ સાહસિકતા વિભાગ દ્વારા આર્થિક પ્રવુતિ કરવા ઇચ્છતી મહિલાઓને આર્થિક ઉપાર્જન ને લગતી વિવિધ લોન અંગે વિગતે માહિતી આપવામા આવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)