જૂનાગઢ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ ના પ્રથમ વિજેતા આયુષ પરમાર હવે રાજ્ય કક્ષા એ જડહડશે

તાજેતરમાં જુનાગઢ ખાતે યોજાયેલ જિલ્લાકક્ષાના કલા મહાકુંભમાં ક્રિમસન ધ આર્ટ એકેડમીમાં કલાનો અભ્યાસ કરતા વિદ્યાર્થી આયુષ પરમાર કે જે ધોરણ -૮ માં અભ્યાસ કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી ક્રિમસન ધ આર્ટ એકેડમીમાં માનસી જોષી પાસે કલા ની તાલીમ મેળવે છે, એમને જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે અને જુનાગઢનું ગૌરવ વધારેલ છે. હવે આયુષ પરમાર આગામી દિવસોમાં રાજયકક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેવા જશે.


આયુષ પરમાર એક ખુબ સામાન્ય પરીવાર માંથી આવે છે, અને તેના પિતા સિલાઇકામ કરી તેના પુત્રને કલાના ક્ષેત્રમાં આગળ વધવા માટે અથાગ મહેનત કરે છે અને પિતા ની આ મહેનત ને આયુષ પરમાર એ ખુબ સરસ રીતે ઉજાળી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)