જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વામીત્વ કાર્ડ વિતરણનો કાર્યક્રમ વંથલી ખાતે તારીખ ૧૮જાન્યુઆરીના યોજાશે.

જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વામીત્વ કાર્ડ વિતરણનો કાર્યક્રમ વંથલી તાલુકાના ખુંભડી ગામે પ્રાથમિક શાળામાં સવારે ૧૧ કલાકે યોજાનાર છે. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહેસુલ વિભાગ તથા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સ્વામીત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાનાર છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગ ના મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને યોજાશે.


આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, જૂનાગઢ સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, શ્રી અરવિંદભાઈ લાડાણી ઉપસ્થિત રહેશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)