જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થા સમીક્ષા બેઠક યોજાઇ.

જૂનાગઢ

પદ વ્યક્તિ સામે પગલા, ત્રાસદાયક કેસ, હથિયારબંધી, રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા સહિત જાહેરનામાના ભંગ કેસ સહિતની સમીક્ષા કરવામાં આવી હતી. જે કેસ પેન્ડીંગ છે તેમનો શક્ય તેટલો ઝડપી નિકાલ કરવા અને ગુનેગાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

વધુમાં આરટીઓ વિભાગને વાહન ડોક્યમેન્ટ ચેકિંગ ઝુંબેશ ચલાવવા તેમજ ખનિજ ચોરી કરતા વાહનો તપાસ કરવા અને જરુર જણાય તો વાહનો ચીજ કરી ગુનો નોંધવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)