જૂનાગઢ જિલ્લા ના કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો.

જૂનાગઢ જિલ્લાના કેશોદના કરેણી ગામ માંથી નકલી ડોક્ટર ઝડપાયો હતો..જે બાબતે કેશોદ મેડિકલ ઓફિસરની ફરિયાદને આધારે પોલીસે કડક કાર્યવાહી કરેલ..કેશોદમાં નકલી ડોક્ટર બની કરેણી ગામમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય હારે ખીલવાડ કરી રહેલા રાકેશ હિંગળાજિયા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો..પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેશોદ ના મેડિકલ ઓફિસર અમિત વણપરિયાએ પોલીસ સ્ટેશનમાં નકલી ડોકટર અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જેમાં રાકેશ હિંગળાજીયા બોગસ ડોકટર હોવાનું જણાતા પોલીસે રાકેશને પકડી પાડેલ સાથે દવાઓ અને મેડિકલ સાધનો સહીત કુલ રૂ. 25 હજારનો મુદ્દા માલ જપ્ત કરેલ..જે અંતર્ગત હાલ કેશોદ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે….હાલ પોલીસને મળેલ પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી દવાખાનું ચલાવી રહેલ હતો..

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)