જૂનાગઢ જિલ્લા ના ભેંસાણ ખાતે તાલુકા માં પત્રકાર એકતા પરિસદ નુ અધિવેશન નુ આયોજન કરાયું.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ખાતે આજ રોજ પત્રકાર એકતા પરિસદ નુ અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું જેમાં ભેંસાણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમીક શાળા જીન પ્લોટ ખાતે ભેંસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા જીલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને તાલુકા અધિવેશન 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય અને રાષ્ટ્ર ગાન ગાઈને કરવા માં આવી હતી પત્રકાર એકતા પરિષદ એ વિશ્વનું સૌથી મોટું પત્રકારો નું સંગઠન છે જેમાં ગુજરાત ના 33 જિલ્લા અને 251 તાલુકા સમિતિની રચના કરવા માં આવી છે તેમજ નવ હજાર જેટલા પત્રકારો નું આ સંગઠન છે. આ અધિવેશનમાં જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઉપ પ્રમુખ કેશુભાઈ બારોટ, તેમજ ઉપ પ્રમુખ કાસમ ભાઈ હોથી તેમજ મહામંત્રી જે. કે. કુરેશી, જોન કોડીનેટર અશોકભાઈ રેણુકા, એ પણ ખાસ હાજરી આપી હતી,

આ અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદ ના તાલુકા સંગઠન ના હોદેદારો ના ત્રણ વર્ષ ની સમય મર્યાદા પૂરી થતાં નવા સંગઠન ની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગોપાલભાઈ ભેસાણીયા, મહામંત્રી રેનીશભાઈ મહેતા, ઉપ પ્રમુખ તરુણ ભાઈ મેલવાણી, મંત્રી અરુણભાઈ મહેતા, સહમંત્રી કાસમ ભાઈ હોથી,સંગઠન મંત્રી પંકજ ભાઈ વેગળા, ખજાનચી મહેશભાઈ કથીરીયા ની સર્વનું મતે વરણી કરવામાં આવી હતી તેમજ પત્રકારો ના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી અને હોદેદારો પ્રમુખ અને ઉપ પ્રમુખ તેમજ મહા મંત્રી સ્થળ પરજ નિમણુક પત્ર આપી ફૂલ હાર થી અભિવાદન કરાયું અને કાર્યક્રમ ના અંતે અલ્પાહાર નું પણ આયોજન કરવામાં આવ્યું અને જીલ્લા પ્રમુખ વલ્લભ ભાઈ પરમારે જણાવ્યું કે પત્રકારો સાથે મળી ને સંગઠિત થઈ ને કામ કરો અને સત્ય ને ઉજાગર કરો અમારી જિયા જરૂર પડે તિયા કેજો ગુજરાત નું પત્રકાર એકતા પરિસદ આપની સાથે છે અને તમામ પત્રકારો ને અભિવાદન પાઠવ્યા હતા.

અહેવાલ :-જગદીશ યાદવ (જૂનાગઢ)