જૂનાગઢ જિલ્લા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીયગ્રંથાલયસપ્તાહની ઉજવણી

સમગ્ર દેશમાં પ્રતિવર્ષ તા.૧૪-૧૧ થી ૨૦-૧૧ સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવવામાં આવે છે. આ તકે જૂનાગઢમાં સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેને અનુસંધાને વિવિધ રમતગમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સપ્તાહ અંતર્ગત પુસ્તકાલય જૂનાગઢમાં પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધાત્મક પરિક્ષા, બાળ સાહિત્ય, તેમજ નવા આવેલા પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પુસ્તકાલય ના સભ્યો અને નગરજનોએ લાભ લીધો હતો. તેમજ ગ્રંથાલયમાં સભ્યો વધુ બને તે માટે ગ્રંથપાલ શ્રી પ્રકાશ મહીડા દ્વારા માર્ગદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેના ભાગરૂપે તત્કાલ ૫૦ સભ્યો બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી નિમિતે જિલ્લા પુસ્તકાલય ખાતે પુસ્તકોનું મહત્વ વિષય પર નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં પ્રથમ ક્રમે હેતલબેનદેસાઈ, દ્વિતીય ક્રમે ઝલકબેન બારડ અને તૃતીય ક્રમે કંચનબેન રાણવા એ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દીપિકાબેન બારડ, દ્વિતીય ક્રમે કંચનબેન સોલંકી, તૃતીય ક્રમે પ્રજ્ઞાબેન મારું આવ્યા હતા. આ તકે શ્રી કે.કે. રાવલ, ચંદુભાઈ કાલા સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.

 

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)