જૂનાગઢ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીનો નિર્દેશઃઉંદર પકડવાની જાળ-ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ.

જૂનાગઢ

ગ્લુટ્રેપ જે ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખાય છે. મોટાભાગે ઉંદરોને પકડવા માટે તેનો ઉપયોગ થાય છે. જ્યારે ઉંદર (ગ્લુટેપ) વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે તો ગુંદરની જાળમાં પકડાઇ તે પછી ઉંદર પોતાની રીતે મુક્ત થવા અસમર્થ છે. જેના પરિણામ તે ઉંદર ડિહાઈડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.

ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનિય છે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવામાં આવતી પધ્ધતિઓ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ. ઉંદરોની વસ્તીના નિયંત્રણ માટે અત્યંત કૃર પધ્ધતિ ન અપનાવવા ઉંદર પકડવા સારુ વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધ છે.

સંયુકત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજય ગાંધીનગરના નોટિફિકેશન અને નામદાર ગુજરાત હાઈકોર્ટ માં થયેલ Writ Petition(PIL) 28/2024 સંદર્ભે ઉંદર પકડવાની જાળ- ગ્લુટેપના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ છે.

જે બાબતે પ્રાણી ક્રૂરતા અધિનિયમ-૧૯૬૦ની કલમ-૧૧ મુજબ કોઈપણ પ્રાણીને બિન જરુરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ છે. જૂનાગઢ જિલ્લામાં આ જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવી. સૂચનાઓનો ભંગ કરે તેના સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે, તેમ સભ્ય સચિવ સહ નાયબ પશુપાલન નિયામક, જૂનાગઢ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીએ એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)