જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ તથા દહેજ પ્રતિબંધક સંરક્ષણ કચેરી દ્વારા મહિલાલક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે. જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) કાર્યરત છે. કાઉન્સેલર શ્રી મનિષાબેન રત્નોતર, શ્રી મયુરીબેન ગોંઢા અને જૂનાગઢ રઘુવંશી વેલફેર ફાઉન્ડેશનમાં ભાવિશા બેન ઘોડાદ્રા દ્વારા બહેનોને સેલ્ફ મેકઅપની તાલીમ આપવામાં આવી હતી.
આ તકે જાગૃત્તિ સેમિનાર યોજાયો હતો. તાલીમાર્થીઓને ઘરેલુ હિંસા, લગ્ન બાહ્ય સંબંધો, દહેજની માંગણી, નશો કરી કરવામાં આવતી હિંસા, મૈત્રી કરાર, પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ જેવા વિવિધ કેસોમાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, વન સ્ટોપ સખી સેન્ટર, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરુપ, પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, વિધવા સહાય યોજના, ઘરેલુ હિંસા અધિનિયમ, બેટી બચાવો બેટી પઢાવો યોજના, કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ, ૧૮૧, મહિલા સ્વાવલંબન યોજના, સાઇબર સિક્યુરિટી, સી ટીમ સહિતની વિવિધ યોજનાઓ બાબતે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)