જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા મેનસ્ટ્રુલ હાઈજીન દિવસની ઉજવણી.

જૂનાગઢ

Advertisement

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત સંકલ્પ DHEW ટીમ દ્વારા મેનસ્ટ્રુલ હાઈજીન દિવસની ઉજવણી ગ્રામ પંચાયત હાઈસ્કૂલ બીલખા અને દેવ પ્રયાગ સંકુલ જૂનાગઢ ખાતે કરવામાં આવી .જેમા કિશોરીઓને શોર્ટ ફિલ્મ બતાવી માસિકધર્મ સ્વાસ્થય અંગેની જાળવણી અંગે તેમજ માસિકધર્મ દરમિયાન થતી તકલીફો અને સાર-સંભાળ અંગે સમજ આપવામાં આવી. સેનેટરી પેડનાં ઉપયોગ અને સુરક્ષિત ડિસ્પોઝ અંગે પણ ચર્ચા કરી.

આ ઉપરાંત લાભાર્થી તમામ કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થય જાળવણી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન ના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement