
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ જય અંબે મલ્ટીસ્પેસીયાલીટી હોસ્પિટલ મુ. ચાપરડા, તા. વિસાવદર, દાવત બેવરેજીસ પ્રા.લી. મુ. મોવિયા. તા. ગોંડલ, સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાન્સમીશન પ્રા.લી. રાજકોટ તથા ટાટા AIA લાઇફ ઇંસ્યુરંશ કંપની જૂનાગઢ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ, આસી. એચ.આર. નર્સીંગ સ્ટાફ, બ્લડ/લેબ/ઓટી/ડાયાલિસીસી – ટેકનીશીયન, મેડિકલ સોસીયલ વર્કર, બાયોમેડિકલ એન્જીનિયર, ઓપ્ટોમીટ્રીસ્ટ, ડાયટીસીયન, ફાર્માસીસ્ટ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, મશીન ઓપરેટર, અને ફાઇનાંસીયલ એડવાઇઝર ની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી. થી સ્નાતક, આઇ.ટી.આઇ. કે ડિપ્લોમા કે જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી–જૂનાગઢ દ્વારા જય અંબે હોસ્પિટલ કેમ્પસ, મુ. ચાપરડા, વિસાવદર-જૂનાગઢ હાઇવે તા. વિસાવદર ખાતે તા.૨૪/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)