જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૩ સપ્ટેમ્બરના યોજાશે ભરતીમેળો.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓ માટે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખાનગી ક્ષેત્રના એકમ ઇન્સ્ટાકાર્ટ (ફ્લિપકાર્ટ) પ્રા.લી. કંપની, તથા સીનોવા ગીયર્સ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ શોર્ટર, ડિલિવરી બોય, મશીન ઓપરેટર, સી.એન.સી./વિ.એમ.સી. હોબીંગ, શેપીંગ, બ્રોચીંગ ની જગ્યાઓ માટે ૨૦ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી., એચ.એસ.સી., આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતક ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી-વીંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારોએ, શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત રહેવું. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટેલિફોન નંબર (૦૨૮૫) ૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)