જૂનાગઢ જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૫ માર્ચે યોજાશે!!

👉 જૂનાગઢ, તા. ૧૩:
જૂનાગઢ જિલ્લામાં જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૫-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના મુખ્ય સભાખંડ ખાતે યોજાવાની છે.

➡️ મહત્ત્વના મુદ્દા:
📌 રાબેતા મુજબ આ બેઠક દર મહિના ના બીજા શનિવારે યોજવામાં આવે છે.
📌 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અને આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાથી અગાઉ બેઠક મુલતવી રાખવામાં આવી હતી.
📌 આદર્શ આચાર સંહિતા પૂર્ણ થતાં જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
📌 તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓએ બેઠકમાં હાજરી આપવી તે અનિવાર્ય છે.

➡️ નિવાસી અધિક કલેક્ટરની સૂચના:
👉 જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક માટે તમામ સંબંધિત અધિકારીઓ અને પ્રતિનિધિઓએ હાજરી માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
👉 વિવિધ વિભાગોના પ્રશ્નો, વિકાસ કામો અને જાહેર સેવાઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ