જૂનાગઢ: જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ બેટરી ટેસ્ટનું આયોજન!!

જૂનાગઢ, ૫ માર્ચ:
રમતગમતના વિકાસ અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તે માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અમલમાં મુકાઈ છે.

બેટરી ટેસ્ટ માટે ખાસ આયોજન:

📌 તારીખ:

  • ભાઈઓ માટે: ૧૧ માર્ચ, ૨૦૨૫
  • બહેનો માટે: ૧૨ માર્ચ, ૨૦૨૫
    📌 સ્થળ: સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જુનાગઢ
    📌 પાત્રતા:
  • અંડર-૯ અને અંડર-૧૧ વય જૂથના ખેલ મહાકુંભ ૩.૦ ના વિજેતા ખેલાડીઓ
  • ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં ટોપ-૮ સ્થાને રહેલા ખેલાડીઓ

પસંદગી પછીના લાભો:

રાજ્યકક્ષા પરીક્ષામાં ભાગ લેવા તક
ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ અને નિષ્ણાત પ્રશિક્ષકો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિએ તાલીમ
નિવાસી શાળાઓમાં પ્રવેશ સાથે

  • નિશુલ્ક શિક્ષણ
  • શૈક્ષણિક સામગ્રીઓ (પુસ્તકો, સ્ટેશનરી)
  • નિશુલ્ક ભોજન અને નિવાસ
  • અત્યાધુનિક રમત સાધનો અને સ્પોર્ટ્સ કીટ
  • ટુર્નામેન્ટ એક્સપોઝર

🔹 વધુ માહિતી માટે સંપર્ક:
📞 મો. ૭૮૫૯૯ ૪૬૯૮૪ (જિલ્લા રમત વિકાસ અધિકારી: ભૂષણકુમાર યાદવ)

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ