કેશોદ ના તાલુકા વિસ્તાર ની APMC ખાતે મગફળી તેમજ ખેડૂતો ની અન્ય જણસ ની ખરીદી ટેકા ના ભાવે ચાલી રહી છે ત્યારે આજરોજ કેશોદ ઇન્ડિયા ગઠ બંધન ના કાર્યકરો દ્વારા કેશોદ APMC ખાતે મુલાકાત કરતા કામગીરી કરતી ચાર મંડળી ઓ ખુબજ સારી રિતના કામગીરી ખંત થી કરી રહી છે પરંતુ હાલ માં જે ઓનલાઈન લખવામાં વાવેતર ની કામગીરી માં રહી ગયેલા ખેડૂતો 75%જેટલા હોય તેની મગફળી અને અન્ય પાક લખવાનો ઓનલાઈન બાકી રહી ગયેલા હોય માટે કેશોદ ઇન્ડિયા ગઠ બંધન ના કાર્યકરો દ્વારા કેશોદ મામલતદાર સાહેબ ને એક આવેદન પાઠવી વિનમ્ર માગણી કરવામાં આવી છે કે આવનાર સમય માં વહેલી તકે વનચિત રહેલા ખેડૂતો ને ન્યાયિક રીતે ફરી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવે તેવી આવેદન આપી માંગણી કરવામાં આવેલ છે.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)