જૂનાગઢ જિલ્લાના ૩૪ ડેમો પૈકી ડેમો ૨૦ ઓવરફ્લો.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે સિંચાઈ વિભાગ- રાજ્ય હસ્તકના ૨૦ પૈકી ૧૭ ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે પંચાયત હસ્તકના ૧૪ પૈકી ૩ ડેમ ઓવરફ્લો થયા છે.

જિલ્લામાં સિંચાઈ વિભાગ -રાજ્ય હેઠળના ૯ દરવાજા વાળા પૈકી ૮ ઓવરફ્લો થયા છે અને અનગેટેડ એટલે કે દરવાજા વગરના ૧૧ પૈકી ૯ ડેમ ઓવરફ્લો થયા છે. ઉપરાંત સિંચાઈ વિભાગ-પંચાયત હેઠળના દરવાજા વગરના ૧૪ પૈકી ૩ ડેમ ઓવરફ્લો થયા છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)