
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એચઆર. ટેલેન્ટ સોલુશન પ્રા.લી. ના કરાર પર (અદાણી સોલાર મુંદ્રા કચ્છ પ્લાંટ માટે) કમ્ફર્ટ ક્રેઇન એન્ડ ફેબ્રિકેશન શાપર, તથા એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યુરન્સ કંપની જૂનાગઢ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ મશીન ઓપરેટર, ઇલેક્ટીશીયન,વેલ્ડર હેલ્પર કે લાઇફ મીત્ર ની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી. આઇ.ટી.આઇ., ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા આઇ.ટી.આઇ. કેમ્પસ, ગડોદર રોડ, માળીયા હાટીના ખાતે તા.૧૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતી મેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.
અહેવાલ :ન્ફેદર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)