જૂનાગઢ જિલ્લાનાં ૨૦ થી ૪૫ વર્ષના રોજગારવાંચ્છુઓ માટે તા.૦૯ ડિસેમ્બરના રોજગાર ભરતી મેળો

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ દાવત બેવરેજીસ પ્રા.લી. મુ. મોવિયા ગોંડલ, સિનોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમિશન પ્રા.લી. મુ. પિપળીયા રાજકોટ તથા ભારતિય જીવન વિમા નિગમ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ ઓપરેટર, લાઇન એન્જીનિયર, સુપરવાઇઝર કેમીસ્ટ, ફિટર, સી.એન.સી. વિ.એમ.સી.-મશીન ઓપરેટર કે વિમા સલાહકાર ની જગ્યાઓ માટે ૨૦ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ બી.એસસી.- કેમીસ્ટ્રી/માઇક્રોબાયોલોજી આઇ.ટી.આઇ., ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા આઇ.ટી.આઇ. કેમ્પસ, માણાવદર ખાતે તા.૦૯/૧૨/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦કલાકે કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતી મેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)