જૂનાગઢ જિલ્લાની હાઉસીંગ કો.ઓપ.સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીઓએ સમય મર્યાદામાં ઓડીટ પૂર્ણ કરવા આહવાન.

જૂનાગઢ

કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરની અધિસૂચનાથી હાઉસીંગ કો.ઓપ.સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીનું તા.૩૧/૦૩/૨૦૨૪ના સમયગાળા સુધીનું ઓડીટ રજિસ્ટ્રારશ્રીની પેનલ પરના ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજૂરી આપવામાં આવેલ હોય. જૂનાગઢ જિલ્લાની હાઉસીંગ કો.ઓપ.સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીઓના હોદેહારોએ નોંધ લઈ મંડળીની નિયામક મંડળીની બેઠકમાં રજીસ્ટ્રારશ્રીની પેનલ પરના ઓડીટરની નિમણુંક કરી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીની સમયમર્યાદામાં ઓડીટ પૂર્ણ કરાવી ઓડીટ અહેવાલ સબંધિત કચેરીમાં રજૂ કરવા મદદનીશશ્રી, જિલ્લા રજિસ્ટ્રાર(હાઉસીંગ) સહકારી મંડળીઓ, જૂનાગઢની યાદીમાં જણાવ્યુ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)