જૂનાગઢ જિલ્લામમાં નવરાત્રી મહોત્સવમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ/લાઉડ સ્પીકર રાત્રિના ૧૨.૦૦ કલાક પછી વગાડવા પર પ્રતિબંધ

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં આગામી ૧૨/૧૦/૨૦૨૪ સુધી નવરાત્રી મહોત્સવની ઉજવણી થનાર છે. જે દરમિયાન ખાનગી કે જાહેર સ્થળોએ રાત્રિ દરમિયાન ગરબા રાસ કાર્યક્રમો યોજાતા હોય રાત્રિના ૧૨.૦૦ કલાક પછી પબ્લિક એડ્રેસ સિસ્ટમ/લાઉડ સ્પીકર વગાડવા બાબતે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે તાત્કાલીક અસરથી તા. ૧૨/૧૦/૨૦૨૪ સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજસ્ટ્રે શ્રી એન.એફ.ચૌધરીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧) (એન) અન્વયે મળેલ સત્તાની રૂએ નોઈસ પોલ્યુશન રૂલ્સ ૨૦૦૦ની કલમ ૫(૨)(૩) ની જોગવાઈઓને આધીન તથા સરકારશ્રીના વંચાણે લીધેલા ક્રમ-૧ના જાહેરનામા મુજબ ૧૨/૧૦/૨૦૨૪સુધી રાત્રિના ૧૨.૦૦ કલાક પછી પબ્લિક એડ્રેસ સિસ્ટમ/લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવા હુકમ ફરમાવું છું. આ હુકમ અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી અને તેથી ઉપરના હોદો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેર નામોનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર BNS, ૨૦૨૩ ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)