જૂનાગઢ જિલ્લામા તા. ૨૫ થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન વરસાદની આગાહી અન્વયે ખેડુતોએ કાળજી લેવી.

જૂનાગઢ

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૫-૦૯-૨૦૨૪ થી તા.૨૯-૦૯-૨૦૨૪ દરમિયાન જૂનાગઢ જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.

ભારત મૌસમ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં આગામી દિવસોમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદ પડવાની સંભાવના રહેલ છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે. ઘાસચારો વિગેરે ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી તેમજ એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને વિનંતી છે. પશુઓને સલામત સ્થળે રાખવા, ખેતીના ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં રાખવો.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)