જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સાયકલ, બેટરીથી ચાલતા સ્કૂટર, ઇલેક્ટ્રિક ટુ-ફોર વ્હીલ વેચનાર દુકાનો ધરાવતા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ આવા સાયકલ, સ્કૂટર, ઇલેક્ટ્રિક ટુ-ફોર વ્હીલ વેચવામાં આવે ત્યારે કેટલીક સૂચનાઓનું અવશ્ય પાલન કરવું. સાયકલ, બેટરીથી ચાલતા સ્કૂટર, ઇલેક્ટ્રિક ટુ-ફોર વ્હીલ ખરીદનારને બિલ અવશ્ય આપવું અને તેની સ્થળ પ્રત કબજામાં રાખવી.
વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સંસદશ્રી, કોઈ પણ ખાતાના રાજ્યપત્રિત અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલા ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક વૈધ પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ બેટરીથી સંચાલિત વાહન વેચાણ કરનારે પરવાનો મેળવવાનો રહેશે.
વેચાણ બિલમાં ખરીદદારનું પૂરું નામ, સરનામું, સંપર્ક માટે ટેલિફોન, મોબાઇલ નંબર લખવો. વેચાણ બિલમાં સાયકલ બેટરીથી સંચાલિત વાહનોના ફેમ નંબર ચેસીસ નંબર અવશ્ય લખવા. આ જાહેરનામું તા.૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં અમલી રહેશે. આ જાહેરનામા ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNSS-2023 ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)