જૂનાગઢ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે ૩૩ સગર્ભા બહેનોનું સ્થળાંતર કરાઈ આરોગ્યતંત્રની સમય સૂચકતાથી ૧૨ જેટલા બહેનોની હેમખેમ રીતે હોસ્પિટલમાં ડીલેવરી કરાઈ.

જૂનાગઢ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે સગર્ભા બહેનોની વિશેષ કાળજી લેવામાં આવી હતી. ખાસ કરીને ઘેડ વિસ્તારના અને નીચાણ વાળા ગામોમાં જે સગર્ભા બહેનોને ડીલવરી માટેનો સમય નજીકમાં હતો, તેમને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે આગોતરી તૈયારીઓના ભાગરૂપે સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

તા.૨૬,૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ ૩૩ સગર્ભા બહેનોમાંથી ૧૭ જેટલા બહેનોને પોતાના સગાઓના ઘરે સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૧૨ સગર્ભા બહેનોની હોસ્પિટલ ખાતે હેમખેમ રીતે ડીલવરી કરાઈ હતી. હાલ ૪ જેટલા સગર્ભા બહેનો હોસ્પિટલમાં દાખલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)