જૂનાગઢ જિલ્લામાં તમામ પ્રકારના વાહનોના વેચાણ માટે રજીસ્ટર રાખવું ફરજિયાત.

જિલ્લામાં ભવિષ્યમાં કોઇ પણ વિસ્ફોટક ઘટનાઓથી જાહેર જનતાની સુરક્ષા જાળવી શકાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, સાયકલ, બેટરીવાળી સ્કુટરો તથા તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો (2, 3 અને 4 વ્હીલર) વેચનાર વેપારીઓએ ખાસ રજીસ્ટર રાખવું ફરજિયાત રહેશે.

વેચાણ સમયે ખરીદદારને બિલ આપવું તેમજ તેની નકલ વેપારીએ પોતે રાખવી રહેશે. બિલમાં નીચેની વિગતો હોવી જરૂરી રહેશે:

  • ખરીદદારનું નામ, સરનામું, મોબાઇલ નંબર

  • ખરીદેલા વાહનનો ચેસિસ/ફ્રેમ નંબર

  • ઓળખ પત્ર તરીકે માન્ય દસ્તાવેજ (જેમ કે આધાર કાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે પૈકીનું એક)

  • કર્મચારીઓ માટે નોકરીસ્થળનું ઓળખપત્ર અથવા શિક્ષણ સંસ્થાનું પ્રમાણપત્ર પણ માન્ય રહેશે

આ જાહેરનામું તારીખ ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

જે વેપારીઓ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે, તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ શિક્ષાને પાત્ર બનશે.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ