જૂનાગઢ
તરણેતર ખાતે ૧૯માં ગ્રામીણ ઓલિમ્પિક ના ભવ્ય આયોજન અંતર્ગત તારીખ ૬/૯/૨૦૨૪થી ૮/૯/૨૦૨૪ દરમિયાન કરવામાં આવેલ છે. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં જૂનાગઢ જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાઈઓ તથા બહેનો માટે ટૂંકી દોડ, લાંબી દોડ, લાંબી કુદ, કુસ્તી, વોલીબોલ ,કબડ્ડી, રસ્સાખેંચ, લંગડી વગેરે જેવી પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ ઓલિમ્પિકમાં ભાગ લેવા ઈચ્છતા ખેલાડીઓએ તારીખ ૩૦/૮/૨૦૨૪ સુધીમાં એન્ટ્રી કરાવવાની રહેશે. એન્ટ્રી કરવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે સમયસર મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. આ ઓલમ્પિકમાં ભાગ લેવા માટે ૧૨ થી ૧૬ વર્ષ ની નાની વયના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની શાળાના આચાર્યના સહી સિક્કા કરાવી એન્ટ્રી મોકલવાની રહેશે. વધુ માહિતી માટે કચેરી નંબર ૭૮૫૯૯ ૪૬૯૮૪ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)