જૂનાગઢ જિલ્લામાં તા. ૨૫ ઓક્ટોમ્બર સુધી હથિયાબંધી આદેશ જારી

જૂનાગઢ

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧) હેઠળ જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે જૂનાગઢ જિલ્લાના સમ્રગ વિસ્તારમાં તા.૨૫ ઓક્ટોમ્બર, ૨૦૨૪ સુધી અમલી રહેશે.

આ જાહેરનામા મુજબ સમગ્ર જિલ્લામાં શસ્ત્ર,દંડા,તલવાર,ભાલા,ચપ્પુ,લાકડી,અથવા શારીરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવી નહિ.પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્રો અથવા સાધનો લઈ જવા,એકઠા કરવા તથા તૈયાર કરવા નહિ.વ્યક્તિઓ અથવા શબ અથવા આકૃતિઓ વાળા પૂતળા દેખાડવા નહિ.અપમાન કરવા અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બિભસ્ત સૂત્રો પોકારવા નહિ. અસ્લીલ ગીતો ગાવા નહિ.જેનાથી સુરૂચીનો શાંતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ,તેવા હાવ ભાવ કરવા નહિ,તેવી ચેષ્ટા કરવી નહિ તથા ચિત્રો,પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદ્રથ અથવા વસ્તુઓ કરવી નહિ.

આ હુકમ સરકારશ્રીની નોકરીમાં કામ કરતી કોઈ વ્યક્તિ કે જેના ઉપરી અધિકારીઓને ફરમાવ્યા હોય અથવા આવા કોઈ હથિયાર લઈ જવાની તેમની ફરજ હોય.જિલ્લા પોલીસ અધિકારીશ્રીએ જે તે શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની અથવા શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિ.ખેડૂતો પોતાના ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય, તે અને રોજિંદા કામ કરી શકે તે આશયથી ખેડૂતો પોતાના ઓજારો ખેતીકામ માટે લઈ જતા હોય. તેને લાગૂ પડશે નહિ.આ જાહેરનામું તાત્કાલીક અસર થી તા.૨૫/૧૦/૨૦૨૪ દિવસ સુધી અમલમાં રહેશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)