જૂનાગઢ જિલ્લામાં તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ જાહેર સ્થળોએ સ્વચ્છતાના સંદેશો આપતા સેલ્ફી પોઇન્ટ મુકાયા.

જૂનાગઢ

‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

જે અન્વયે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ જૂનાગઢ જિલ્લામાં “સેલ્ફી પોઈન્ટ ઈંસ્ટોલેશન અને હ્યુમન ચેઈન“ થીમ અન્વયે “હું છું સ્વછાગ્રહી” ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ જાહેર સ્થળોએ સ્વચ્છતાના સંદેશો આપતા તેમજ આપણી આસપાસ સ્વચ્છતા જાળવવા અને ગંદકી ન ફેલાવવા અંગેનો સંદેશો આપતા સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા હતા.
આ સેલ્ફી પોઈન્ટમાં નાગરિકો દ્વારા સેલ્ફી લઈ પોતાની આસપાસના પર્યાવરણનું જતન કરવા અને બીજા લોકોને પણ જાગૃત કરવા માટે ખાસ પ્રેરણાત્મક સુત્રો લખવામાં આવ્યા છે. જેથી નાગરિકોમાં જાગૃતતા આવે અને ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચે પરિણામે ખરા અર્થમાં સ્વચ્છતાનું સપનું સાકાર થાય.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)