જૂનાગઢ જિલ્લામાં તાલુકા વાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં ધારાસભ્યો સહિત સ્થાનિક પદાઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞો દ્વારા મિલેટ પાક, બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધન, મિક્સ ફાર્મિંગ સહિતના વિષયોને આવરી લઈ ખેડૂતોને કૃષિ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમના સ્થળે જુદા જુદા કૃષિલક્ષી સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતાં.
જૂનાગઢ જિલ્લાના રવિ કૃષિ મહોત્સવમાં કેશોદ ખાતે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, માંગરોળના કરમદી ચિંગરીયા ખાતે શ્રી ભગવાનજીભાઈ કરગટીયા, માણાવદર ખાતે શ્રી અરવિંદભાઈ લાડાણી, મેંદરડાના ચીરોડા ગામે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, વંથલી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન અતુલભાઇ કોટડીયા, ભેસાણ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરસુખભાઈ કથીરિયા, અને વિસાવદરના માંડાવડ ગામે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ કાવાણી માળીયાહાટીના કુકસવાડા ગામે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહી ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત તાલુકા કક્ષાએ સ્થાનિક પદાધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં તાલુકાવાર ૯ સ્થળોએ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભેસાણ ખાતે વિનય મંદિર હાઇસ્કુલ, જૂનાગઢમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ, કેશોદમાં તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડ, માળિયા હાટીનાના કુકસવાડા ગામે ચોરવાડ રોડ પર કર્મદીપ ઓઇલ મીલ સામે જુના બસ સ્ટેશનની બાજુમાં, માણાવદરમાં આહીર સમાજ ખાતે, માંગરોળના કરમદી ચિંગરીયા ગામે કોળી સમાજ ખાતે, મેંદરડાના ચિરોડા ગામે લેવા પટેલ સમાજ ખાતે, વંથલીમાં દિલાવર નગર, પેટ્રોલ પંપની બાજુમાં ઉમિયા પ્રોટીન્સ ખાતે અને વિસાવદરના માંડાવડ ગામના શ્રી ડી.વી. શૈક્ષણિક સંકુલનો સમાવેશ થાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)