જૂનાગઢ જિલ્લામાં તેલીબીયા પાકોની પ્રોસેસિંગ અને મશીનરી તથા ઓઇલ યુનિટના ઘટક માટે સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું.

જૂનાગઢ તા.૨૧ : ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી ઘરઆંગણે મળી રહે તે હેતુસર રાજ્ય સરકારે નવું i-ખેડૂત ૨.૦ પોર્ટલ શરૂ કર્યું છે.

👉 વર્ષ ૨૦૨૫-૨૬ માટે NMEO–Oilseed યોજના અંતર્ગત પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ ચેઇન (તેલીબીયા પાકોની પ્રોસેસિંગ મશીનરી અને ઓઇલ એક્ટ્રેક્શન યુનિટ ઘટક) માટેનું પોર્ટલ તા. ૨૦ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ખેડૂતો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.

આ યોજનાનો લાભ સરકાર દ્વારા સહાયપાત્ર એવા સરકારી કે ખાનગી ઉદ્યોગો, FPOs, સહકારી સંસ્થાઓ તેમજ value chain partners (VCPs) લઇ શકે છે. ખેતીવાડી ખાતાએ રસ ધરાવતા તમામ સંસ્થાઓને સમયસર ઓનલાઈન અરજી કરવાની વિનંતી કરી છે.

વધુ વિગતો માટે ખેડૂતો ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.) અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ