જૂનાગઢ જિલ્લામાં નારી વંદન સપ્તાહ ઉજવણી: ખાનગી અગ્રગણ્ય એકમોમાં રોજગારવાંચ્છુ મહિલાઓ માટે તા.૦૩જી ઓગસ્ટે ખાસ ભરતી મેળો યોજાશે.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના સયુંક્ત ઉપક્રમે સરદાર પટેલ હોલ, એગ્રિકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ, જૂનાગઢ ખાતે તા. ૦૩ ઓગસ્ટ,૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે રાખવામાં આવ્યો છે.

રોજગારવાંચ્છુ મહિલાઓને રોજગારી માટે માધ્યમ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ખાનગી અગ્રગણ્ય એકમ વિનય ઇન્ડસ્ટ્રીઝ લી., રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ, ડી માર્ટ, ભારતીય જીવન વિમા નિગમ, તથા એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર, લાઇફ પ્લાનીંગ ઓફિસર, સેલ્સ એસોસિએટેડ, લેડી કેરિયર, એજન્ટ તથા લાઇફ મિત્રની જગ્યાઓ માટે ૨૦ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરુપ એસ.એસ.સી. કે તેથી ઓછુ, એચ.એસ.સી., સ્નાતક, ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુ મહિલાઓ માટે ખાસ ભરતી મેળો યોજાશે.

ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુ મહિલાઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરુરી દસ્તાવેજો સાથે ભરતીમેળાના સ્થળ પર ઉપસ્થિત રહેવું. ભરતીમેળા માટે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે કચેરી સમય (સવારે ૧૦.૩૦ કલાક થી સાંજે ૬.૧૦ કલાક ) દરમિયાન (૦૨૮૫) ૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)