જૂનાગઢ જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે બૂથ ઉપર ૯૪,૪૦૯ બાળકોને પોલીયોની રસી પીવડાવી રક્ષિત કરવામાં આવ્યા ..

જૂનાગઢના પાદરીયા ગામે બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવી જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો.

જૂનાગઢ જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત આજે જૂનાગઢના પાદરીયા ગામે જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાને બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ઉપરાંત સમગ્ર જિલ્લામાં પણ જુદા જુદા પોલિયો બુથ ખાતે પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા આગેવાનોના વરદ હસ્તે બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ૭૬૬ બુથ ઉપર તેમજ મોબાઈલ અને ટ્રાન્ઝીટ ટીમના કુલ ૨૩૮૬ કર્મચારીઓ દ્વારા કુલ ૯૪૪૦૯ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી. બાકી રહેલ બાળકોને બીજા અને ત્રીજા દિવસે ડોર ટુ ડોર ફરીને ટીમો દ્વારા પોલીયોની રસી પીવડાવી રક્ષિત કરવામાં આવનાર છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)