જૂનાગઢ જિલ્લામાં પશુધનના આરોગ્યની દેખભાળ માટે પશુપાલન વિભાગની ૧૧ ટીમ કાર્યરત.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લાના પશુપાલકોના પશુઓના સ્વાસ્થ્યની પણ તકેદારીઓ લેવામાં આવી રહી છે, આ માટે જિલ્લામાં ચિકિત્સકોને સમાવતી ૧૧ ટીમો કાર્યરત છે અને ભારે વરસાદથી અસરગ્રસ્ત ૧૦૦થી વધુ ગામોની મુલાકાત લઇ પશુ ચિકિત્સકો દ્વારા ૧૭૫૫ જેટલા પશુઓને જરૂરી દવાઓ સાથે સારવાર આપવામાં આવી છે.

પશુઓના સ્વાસ્થ્યને અસર ન પહોંચે તેમજ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પણ જરૂરી તકેદારી લેવામાં આવી રહી છે, આ માટે બીમાર પશુઓની સારવાર સાથે ચેપી રોગચાળોનો ઉપદ્રવ ન થાય તે માટે રસીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

પશુપાલન વિભાગ દ્વારા પૂરના કારણે ભારે વરસાદ અને પૂરના કારણે પશુપાલકોને પશુઓની લેવાની થતી કાળજીઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત પશુઓના સ્વાસ્થ્યને અસર ન પહોંચે અને દૂધ ઉત્પાદન ઘટે નહીં તે માટે પશુપાલકોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.હાલ પશુઓના આરોગ્યની સંભાળ માટે રસીકરણ સહિતની કામગીરી યથાવત છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે  જગદીશ યાદવ (જૂનાગઢ)